મુંબઈ : હંમેશની જેમ આ વખતે પણ ઘરમાં ચોરીની શરૂઆત થઈ છે. છેલ્લા એપિસોડમાં એજાઝ ખાન, અલી ગોની અને રાહુલ એક સાથે ચોરી કરતા જોવા મળ્યા હતા. જ્યાં ત્રણેય મોડી રાતે એક સાથે વાત કરતા જોવા મળ્યા હતા. તે પછી એજાઝ ખાન પણ નિક્કી તંબોલીની કોફી ચોરી કરતો જોવા મળ્યો હતો.
બિગ બોસ સીઝન 14 માં પહેલી ચોરી એજાઝ ખાનની હતી જેમાં તેણે મોડી રાત્રે નિક્કી તંબોલીની કોફી ચોરી કરી હતી. પછી તે જોવા મળે છે કે અલી ગોની એજાઝ ખાનને કહે છે કે મારે કેપ્ટનને મળેલ એપિ ફીઝ્ઝ પીવી છે, પછી એજાઝ ખાને તેમનો સાથ આપ્યો અને તે બન્ને એપિ પીવે છે. આ પછી, રાહુલ તે ખાલી ટીનને બહાર ફેંકી દે છે.
જેને જોઇને બિગ બોસ ખૂબ ગુસ્સે થયા છે અને પરિવારના બધા સભ્યોને એકઠા કરીને કહે છે કે, “જો કોઈ વસ્તુ લોક હોય તો ઘરના કેપ્ટનનો અધિકાર તેની ઉપર રહે છે. અન્ય લોકો દ્વારા તેનો ઉપયોગ ચોરી કહેવામાં આવે છે. આ કાલ્પનિકતાઓને કાબૂમાં કરવા માટે, હવે તમારે બધાને શિસ્તનો પાઠ ભણાવવામાં આવે તે જરૂરી છે. ઘરના કેપ્ટન, જેને દોષી મને છે, તેનો અંગત સામાન બિગ બોસને સોંપી દેશે. ” હવે જોવાનું રહેશે કે કવિતા કોનો સામાન બિગબોસને સોંપી દેશે.