બોલિવૂડ ડેસ્ક: લાંબા સમય બાદ લંડન ગયેલ ઈરફાન ખાન શુક્રવારે ભારત પરત ફર્યા હતા. તેને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યો હતો. તે દરમ્યાન તેઓ વ્હીલચેર પર બેસીને આવ્યા હતા. ત્યાં હાજર મીડિયાના ફોટોગ્રાફર્સથી બચવા માટે તે પોતાનો ચહેરો છુપાવી રહ્યા હતા.
ફિલ્મના શૂટિંગ માટે લંડન ગયો હતો
ઈરફાન હાલ અંગ્રેજી મીડિયમ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 2017માં આવેલ ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરફાન લંડનનું શેડ્યૂઅલ પૂરું કર્યા બાદ મુંબઈ પરત ફર્યો છે.
ફેન્સએ ચિંતા જતાવી
ઈરફાનને વ્હીલચેર પર જોઈને તેના ફેન્સ ચિંતા કરી રહ્યા છે. તેમણે ફોટોગ્રાફર્સ અને વીડિયોગ્રાફર્સ પર નારાજગી જતાવી છે. સોશિયલ મીડિયા પર શેર થયેલ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે રિએક્ટ કર્યું હતું. એક યુઝરે લખ્યું કે, આવા ફોટો પાડવા બદલ તમને શરમ આવવી જોઈએ. અન્ય યુઝરે લખ્યું કે, માણસાઈ ખાતર તે વ્યક્તિને એકલો છોડી દો.