નવી દિલ્હી: અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ અને પરિણીતી ચોપરા તેમની મિત્ર ઈશા અંબાણી પિરામલના ઘરે એક મજાની પાર્ટીમાં સામેલ થઇ હતી. ભૂતપૂર્વ વિશ્વ સુંદરી પ્રિયંકા તેની પિતરાઈ બહેન પરિણીતીની સાથે ઈશાના નવા ઘરે પહોંચી હતી. આઈસ્ક્રીમ બનાવતી વખતે તેણે એક તસવીર ક્લિક કરી હતી.
તસવીર શેર કરવાની સાથે પ્રિયંકાએ કેપશનમાં લખ્યું હતું, ‘ઘરે બનેલો આઇસક્રીમ ! હોસ્ટેસનો આભાર. ઈશા તને ઘણો પ્રેમ, તમારું ઘર ખૂબ સુંદર છે. હું અહીં તમારી ખુશી અને અહીં ઘણા પ્રેમની ઇચ્છા કરું છું. આલિયા ભટ્ટ તૂ ગાંડપણના આ ક્ષણોને ચૂકી ગઈ. દરેક રોડ મહિલાને પ્રેમ.’ આ સાથે જ પરિણીતીએ તસવીર પર કમેન્ટ કરી, “અત્યાર સુધીની શ્રેષ્ઠ રાત!”
પ્રિયંકા તેના ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં જોડાવા ભારત આવી ગઈ છે. વર્ષના પ્રારંભમાં સિદ્ધાર્થે ઇશિતા કુમાર સાથે સગાઇ કરી હતી. અભિનેત્રી પ્રિયંકા ચોપરા, જેમણે બૉલીવુડથી હૉલીવુડ સુધીની સારી મુસાફરી કરી છે, હવે તેઓ જોનાસ બની ગઈ છે. ગયા ડિસેમ્બરમાં જોધપુરમાં પ્રિયંકાના શાહી લગ્ન થયા હતા.