મુંબઈ : ‘બિગ બોસ 13’ના પ્રથમ રનર અપ આસીમ રિયાઝનું બ્રાન્ડ ન્યુ સોન્ગ ‘મેરે અંગને મેં’ રિલીઝ થઇ ગયું છે. તેમાં બોલીવુડ ડિવા જેકલીન ફર્નાન્ડીઝ આસીમ રિયાઝ સાથે જોવા મળી રહી છે. હોળીનો આ પાર્ટી નંબર નેહા કક્કર અને રાજા હસન દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીત અમિતાભ બચ્ચનના હિટ ગીત ‘મેરે અંગને મેં’નું રિમિક્સ છે. જેને તનિષ્ક બાગચીએ હોળીની થીમ પર ફરીથી બનાવ્યું છે.
‘મેરે અંગને મેં’ ગીતને કેવો મળી રહ્યો છે પ્રતિસાદ ?
રિલીઝ પહેલા આ ગીતની ખૂબ ચર્ચા થઈ હતી. આનું મુખ્ય કારણ જેક્લીન ફર્નાન્ડીઝ અથવા હોલી સોંગની હાજરી ન હતી. ઉલટાનું તે બિગ બોસ સ્ટાર આસીમ રિયાઝનો પ્રથમ મ્યુઝિક વીડિયો હોવાનો હતું. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ ગીતમાં હેન્ડસમ હંક આસીમ રિયાઝની થોડી ઝલક જ જોવા મળી છે. આસીમના નામે ગીતનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. પરંતુ આ ગીતમાં આસીમ જોવા મળ્યો નથી. અહીં જુઓ ગીત …