મુંબઈ : દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી જ્હાનવી કપૂરે 6 માર્ચે પોતાનો 23 મો જન્મદિવસ ઉજવ્યો હતો. ફિલ્મ ‘ધડક’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર જાન્હવી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ તેણે એક ભાવનાત્મક પોસ્ટ પણ કરી હતી, જેમાં તેણે પોતાની માતા શ્રીદેવીને કેપ્શનમાં લખ્યું હતું – હું ઇચ્છું છું કે તમે અહીં હોત. શ્રીદેવીના નિધન પછી જાહ્નવીનો આ ત્રીજો જન્મદિવસ છે, જે તે તેની માતા સાથે ઉજવણી કરી રહી નથી.
જો કે, તે તેના પિતા બોની કપૂર અને નાની બહેન ખુશીની ખૂબ નજીક છે અને ઘણીવાર તેમની સાથે તેમની તસવીરો પોસ્ટ કરતી રહે છે. જાહ્નવી અંશુલા અને અર્જુન કપૂરની પણ ખૂબ નજીક છે. અંશુલા કપૂરે જાહ્નવીના જન્મદિવસની ઉજવણી કરતો એક વીડિયો શેર કરી છે. તેણે તેને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી, જે ત્યારબાદ તેની એક ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે, જાહ્નવીએ એક નહીં, પરંતુ ચાર કેક કાપી. તેણે તેનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો હતો.