મુંબઈ : બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે મુંબઈના જુહુમાં પોતાનું ઘર ખરીદ્યું છે. આ કારણે આજે આ અભિનેત્રી ખૂબ જ ચર્ચામાં છે. જાહ્નવીએ અત્યાર સુધીમાં માત્ર બે જ ફિલ્મ્સ કરી છે. જાહ્નવીએ જે મકાન ખરીદ્યું છે તે 39 કરોડનું હોવાનું કહેવાય છે.
અહેવાલો અનુસાર ગયા વર્ષે 7 ડિસેમ્બરે અભિનેત્રીએ આ સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આ ઘર 3,456 ચોરસ ફૂટનું છે અને આ અભિનેત્રીએ તેના માટે 78 લાખ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.
સમાચાર અનુસાર આ મકાનમાં 6 કાર માટે પાર્કિંગની જગ્યા છે.
જાહ્નવી કપૂર સિવાય આલિયા ભટ્ટ અને ઋત્વિક રોશન પણ તાજેતરમાં જ પોતાનું ઘર ખરીદ્યું છે. આલિયાએ રણબીર કપૂરના એપાર્ટમેન્ટમાં એક ઘર ખરીદ્યું છે . સાથે જ ઋત્વિક રોશન વિશે વાત કરતા કહેવામાં આવી રહ્યું છે કે તેણે જુહુમાં જે પેન્ટહાઉસ ખરીદ્યો તેની કિંમત લગભગ 100 કરોડ છે.
ઉલ્લેખનીય છે કે, જ્હાન્વી કપૂરે ફિલ્મ ‘ધડક’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ બાદ ફિલ્મ ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’માં જ્હાન્વીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે, ફિલ્મો ઉપરાંત જ્હાન્વી ઈન્ડોર્સમેન્ટમાંથી કમાણી કરે છે.