મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી નેપોટિઝ્મ, આંતરિક અને બહારના લોકો સાથે ભેદભાવ ચર્ચાઓ ચાલુ છે. કંગના રનૌત સુશાંતની આત્મહત્યાને પ્લાન્ડ મર્ડર ગણાવી રહી છે અને તેણે બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પર આરોપ લગાવ્યો છે. કંગનાએ એમ પણ કહ્યું છે કે તે આ મામલે મુંબઇ પોલીસને સંપૂર્ણ સહયોગ આપવા માંગે છે, પરંતુ પોલીસ અને અભિનેત્રી વચ્ચે એક વિચિત્ર પરિસ્થિતિ છે અને હજી સુધી કંગના પોલીસને પોતાનું નિવેદન આપી શકી નથી. તાજેતરમાં જ કંગનાની ડિજિટલ ટીમે ટ્વિટર પર કંગનાની બહેન અને તેના મેનેજર રંગોલી ચંદેલની વોટ્સએપ ચેટ શેર કરી છે.
કંગનાની ડિજિટલ ટીમે આ ટ્વિટનાં કેપ્શનમાં લખ્યું છે કે, કંગનાને હજી સુધી કોઈ સત્તાવાર સમન્સ નથી મળ્યો, જોકે છેલ્લા બે અઠવાડિયાથી રંગોલીને બિનસત્તાવાર કોલ આવી રહ્યા છે. કંગના પોતાનું નિવેદન રેકોર્ડ કરવા માંગે છે પરંતુ અમને મુંબઈ પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. રંગોલીએ મુંબઈ પોલીસને જે મેસેજ કર્યો હતો તેનો સ્ક્રીનશોટ અહીં રજૂ કરવામાં આવ્યો છે.
There is no formal summon sent to Kangana , Rangoli keeps getting casual calls from the cops for past 2 weeks, Kangana wants to record statement but we don’t get any response from @mumbaipolice, Here’s a screen shot of message Rangoli ji sent to @mumbaipolice pic.twitter.com/w03i2csbWV
— Kangana Ranaut (@KanganaTeam) July 22, 2020