સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાનનો દિકરો તૈમૂર એક સ્ટાર કીડ છે તેની દરેક હરકત પર મીડિયાની નજર રહે છે. તેના મોટો થઈને ફિલ્મોમાં કામ કરવાના પહેલા જ સ્ટાર કીડ હોવાના કારણે લોકોથી ઘેરાયેલો રહે છે. અવારનવાર તેના પિક્ચર જોવા મળે છે. હાલમાં તેના ઘણા બધા ફેન કલબ છે જે તેની તસ્વીરો શેર કરતા રહે છે. ટૂંક જ સમયમાં તૈમૂર એક વર્ષનો થવાનો છે અને ફેન્સ જાણવા માટે ઉત્સૂક છે કે પટૌડી પરિવાર તેમના લાડલાનો પહેલો જન્મ દિવસ કેવી રીત મનાવશે.
આ જ કારણે તૈમૂરની માસી એટલે કે કરિશ્મા કપૂરે તૈમૂરની બર્થડે પાર્ટી વિશે જણાવ્યું હતું કે હાં તૈમૂરનો જન્મદિવસ આવી રહ્યો છે અને આ અમારા માટે ખાસ પળ છે. પરિવાર તેને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. જ્યારે કરિશ્માને પૂછવામાં આવ્યું કે તે કેવી રીતે તૈમૂરનો પહેલો બર્થડે સેલિબ્રેટ કરવાની છે. તો તેણે કહ્યું, આખો પરિવાર આ પ્રસંગે સાથે મળશે અને અમે કોઈ મોટું સેલિબ્રેશન નથી કરવાના. પણ હા ખુબજ યાદગાર બની રહે તે રીતે તૈમુરનો પ્રથમ જન્મ દિવસની ઉજવણી કરાશે.
ઉલ્લેખનીય છે કે તૈમૂર પહેલા જ દિવાળીના અવસરે કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. કૂર્તામાં તે એક શહેજાદા જેવો લાગી રહ્યો હતો. આ પહેલા પણ તૈમૂર ઘણા ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો છે. તૈમૂરનો આવો ટ્રેડિશનલ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો.