મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને તેની બબીતા કપૂરે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ 10.11 કરોડમાં વેચ્યો છે. આ માટે તેઓએ ભારે સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવી પડી હતી. ફિલ્મ રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ હૈ, બીવી નં. 1 જેવી સુપરહિટ ફિલ્મ આપનારી આ અભિનેત્રીનું મુંબઈના ખાર વિસ્તારમાં એક બિલ્ડિંગના 10 મા માળે એપાર્ટમેન્ટ હતો.
1610 ચોરસ ફૂટનો આ એપાર્ટમેન્ટ 24 ડિસેમ્બર 2020ના રોજ વેચાયો હતો. આ માટે કરિશ્મા કપૂરે 20 લાખ 22 હજાર રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ફી ચૂકવી હતી. આ એપાર્ટમેન્ટ ખાર પશ્ચિમમાં રોઝ ક્વીન સ્થિત છે. તેની પાસે કારની બે જગ્યાઓ છે અને જે મહિલાએ તે ઘર ખરીદ્યું હતું તેનું નામ આભા દમાણી છે.