મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર કરીના કપૂર ખાન આજકાલ તેની આગામી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે કાર્તિક આર્યન તેની ફિલ્મ’ પતિ પત્ની ઓર વો’ની સફળતા માણી રહ્યો છે. આ વ્યસ્તતા વચ્ચે આ બંને સ્ટાર્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અહીં કાર્તિક આર્યન કરીના કપૂરના શો ‘વોટ વુમન વોન્ટ'(ઇશ્ક)માં અતિથિ તરીકે જોવા મળે છે. હવે આ મનોરંજક વાતચીત ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ વીડિયોમાં કાર્તિકે કથિત ગર્લફ્રેન્ડ સારા અલી ખાનની સાવકી માતા કરીના કપૂર ખાનની સામે કહ્યું છે કે તે સારાને પસાંદ (LIKE) કરે છે. આ શોમાં કરિનાએ કાર્તિકને ડેટિંગ કરવા વિશે ઘણા વધુ રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા, જ્યારે કાર્તિકે પણ આ સવાલોના રમૂજી જવાબો આપીને તેમને આશ્ચર્યચકિત કર્યા હતા. આ વિડિઓ જુઓ…