મુંબઈ : ટીવી જગતના સૌથી લોકપ્રિય અને ચર્ચિત શો ‘કોન બનેગા કરોડપતિ’ (KBC) ની 11મી સીઝન ટૂંક સમયમાં જ શરુ થશે. રિપોર્ટ મુજબ શોની શરૂઆત ઓગસ્ટ મહિનામાં થશે. પરંતુ કેબીસીના ઓન એર થવાની સાથે જ સોનીનો ખાસ શો ઓફ એર થશે. જેનું નામ છે ‘લેડીઝ સ્પેશિયલ’. ત્રણ સખીઓની જિંદગી સાથે જોડાયેલી સ્ટોરી દર્શાવવાવાળા લેડીઝ સ્પેશિયલના ઓફ એર થવા પછી જ 9 વાગ્યાથી ફરી એકવાર કેબીસીને હોસ્ટ કરતા અમિતાભ બચ્ચન આવશે.
રિપોર્ટ મુજબ, કેબીસી શોને પ્રાઈમ ટાઈમ 9 વાગ્યાનો સ્લોટ આપવામાં આવશે. લેડીઝ સ્પેશિયલ હાલના સમયમાં 9:30 વાગ્યે આવે છે. માહિતી મુજબ, પટિયાલા બેબ્સને નવો ટાઈમ આપવામાં આવશે. આ સાથે લેડીઝ સ્પેશિયલ શોને ઓફ એર કરવામાં આવશે.
કેબીસીના રજીસ્ટ્રેશનની શરૂઆત 1 મેથી થશે. નવા પ્રોમોની સાથે જ સોની ટીવી પર તેનો પ્રોમો આવવાના શરુ થઇ ગયા છે. કેબીસીનો શો ટાઈમ અગાઉની જેમ રાત્રે 9 થી 10 વાગ્યાનો હશે. સોની ટીવીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક વિડીયો શેર કર્યો છે. જેમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન રજિસ્ટ્રેશનની તારીખ અને સમય અંગે જણાવતા નજરે પડે છે. આ સીઝન પણ મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ એક જ સિઝનમાં એવું થયું છે, જે શોમાં અમિતાભની જગ્યાએ શાહરુખ દ્વારા શો હોસ્ટ કરવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચન આ શોને તેનાથી પહેલા અને બાદથી સતત હોસ્ટ કરતા આવ્યા છે.