મુંબઈ : લોકડાઉનમાં જ્યાં મોટાભાગના સ્ટાર્સ તેમના ઘરોમાં સમય પસાર કરી રહ્યા છે. બીજી તરફ બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાના લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’થી દર્શકોની સામે પ્રસ્તુત છે. કેબીસીની 12 મી આવૃત્તિ ટૂંક સમયમાં સોની ટીવી પર શરુ થવા જઇ રહી છે.
શોના હોસ્ટ અમિતાભ બચ્ચન રજિસ્ટ્રેશન માટે દરરોજ પ્રેક્ષકોને એક સવાલ પૂછે છે. અમિતાભે રજીસ્ટ્રેશન માટે તેમનો 14 મો અને છેલ્લો સવાલ પૂછ્યો છે. આ સવાલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા સાથે સંબંધિત છે જેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે.
અમિતાભ બચ્ચને પ્રેક્ષકોને કૌન બનેગા કરોડપતિની 12 મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું.
એક ગીત અનુસાર, આમાંથી કઈ હિરોઇન ‘દેશી ગર્લ’ છે, જે અભિષેક બચ્ચન અને જ્હોન અબ્રાહમ સાથે ગીતમાં જોવા મળી છે? વિકલ્પો છે-
એ. કેટરિના કૈફ
બી.અનુષ્કા શર્મા
સી. કરીના કપૂર
ડી. પ્રિયંકા ચોપડા
તમને જણાવી દઈએ કે સાચો જવાબ ઓપ્શન ડી એટલે કે પ્રિયંકા ચોપડા છે. તમારે આ સવાલનો સાચો જવાબ 23 મે સુધી રાત્રે 9 વાગ્યે સુધીમાં આપવાનો રહેશે. તમે એસએમએસ અને સોનીલાઇવ એપ્લિકેશન દ્વારા પણ આનો જવાબ આપી શકો છો.
This is your last chance to register for #KBC12. Here is the 14th question which is open for you to answer till 23rd May, 9 PM. To register, download the Sony LIV app or send in your answer via SMS. Watch the video for the details. @SrBachchan @SonyLIV pic.twitter.com/PBrvt1JXdS
— sonytv (@SonyTV) May 22, 2020