મુંબઈ : ખતરો કે ખિલાડી એક રિયાલિટી સ્ટંટ આધારિત શો છે જેમાં સ્પર્ધકો ઘણા જોખમી સ્ટન્ટ્સ કરતા જોવા મળે છે. પ્રેક્ષકો આતુરતાથી ખાતરન કે ખિલાડી 11 ની રાહ જોઈ રહ્યા હતા અને હવે તે જલ્દીથી શરુ થનાર છે. શોનો નવો પ્રોમો વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ વૈદ્ય ગીત ગાતો નજરે પડે છે, જ્યારે અર્જુન બિજલાની અને વિશાલ આદિત્ય સિંહ એક સાથે રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, આ ડાન્સ પર રોહિત શેટ્ટીની પ્રતિક્રિયા જોવા જેવી છે.
આ પ્રોમોની શરૂઆત રાહુલ વૈદ્ય દ્વારા ‘પહેલા નશા પેહલા ખુમાર’ ગાઇને કરી હતી. અને આ ગીત પર, અર્જુન બીજલાની અને વિશાલ આદિત્ય સિંહ ડાન્સ કરવાનું શરૂ કરે છે. અને તેનો ડાન્સ જોઇને રોહિત શેટ્ટીને ચક્કર આવે છે. આખરે તે સ્ટંટ કેસમાં પોતાની જાતને બંધ કરી દે છે. આ સાથે જ રોહિત શેટ્ટીને એમ કહેતા પણ સાંભળવામાં આવે છે કે હવે તેમને ખબર પડી ગઈ છે કે બિગ બોસમાં સલમાન ખાન કેમ સ્ટેજ પર સુઈ જાય છે.
શો 17 જુલાઇથી શરૂ થશે
આ શોનું શૂટિંગ મે મહિનામાં જ શરૂ થયું હતું. અને દોઢ મહિના સુધી, બધા સ્પર્ધકો કેપટાઉનમાં રહ્યા. થોડા દિવસ પહેલા આખી ટીમ ભારત પરત ફરી હતી. ખતરો કે ખિલાડીની ટેલિકાસ્ટ ડેટ પણ સામે આવી છે. આ શો 17 જુલાઇથી પ્રસારણમાં આવશે. આ વખતે શોમાં રાહુલ વૈદ્ય, શ્વેતા તિવારી, અર્જુન બિજલાની, વિશાલ આદિત્ય સિંહ, નિક્કી તંબોલી, દિવ્યાંકા ત્રિપાઠી, વરૂણ સૂદ, અનુષ્કા સેન, સૌરભ રાજ જૈન, આસ્થા ગિલ, સના મકબુલ અને અભિનવ શુક્લા જેવા સ્ટાર્સ જોવા મળશે. ખતરો કે ખિલાડી એ ઘણા વર્ષોથી સફળ રિયાલિટી શો છે. જેની 11 મી સીઝન છે. આ શો 2008 માં શરૂ થયો હતો. અને રોહિત શેટ્ટી સિવાય અક્ષય કુમાર, પ્રિયંકા ચોપડા, અર્જુન કપૂરે પણ આને હોસ્ટ કર્યો છે.