રશ્મિકા મંદન્ના એક એવી અભિનેત્રી છે કે જેણે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવુડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં રશ્મિકાએ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. ત્યારે અભિનેત્રીએ આ વર્ષે ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષ પૂર્ણ કર્યા છે. રશ્મિકા મંદન્નાએ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો વિતાવ્યા હોવાથી તે ખૂબ જ ખુશ છે. આથી, તેણે આ માટે એક પોસ્ટ શેર કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે.
રશ્મિકા મંડન્નાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જેની સાથે તેણે એક પોસ્ટ પણ લખી છે. આ પોસ્ટ ઇન્ડસ્ટ્રીમાં તેના સાત વર્ષ પૂર્ણ કરવા પર છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ તેના સાત વર્ષની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ક્યારેક તમે બસ રોકાઇને વિચારો કે આ બધું કેવી રીતે બન્યું, આ બધું ક્યારે બન્યું, આ બધું કેમ થયું અને હું ખૂબ ખુશ છું કે આ બધું થયું. આ માટે હું ખૂબ જ આભારી છું. આ સાથે તેણે શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, આ એ જ બધું છે જેનું મેં હંમેશા સપનું જોયું છે. મને તેનો ખ્યાલ નથી અને હું એવી વસ્તુ તરફ દોડતી રહી છું જેની મને ખબર પણ નથી, પરંતુ યોગ્ય લોકો સાથે રહેવાથી અહેસાસ થાય છે કે કેટલીકવાર તમારે ફક્ત રોકાઇ જવું જોઇએ. આ વાતને સમજીએ તો આ એ જ છે જેના વિશે હું સપનું જોઈને મોટી થઇ છું. આમ, ઇન્ડસ્ટ્રીમાં સાત વર્ષ વિતી ગયા અને રશ્મિકા જે કામ કરવા ઇચ્છતી હતી જે નામના હાંસલ કરવા ઇચ્છતી હતી તે આખરે તેને મળી ગઇ તે બાબત ગઇકાલે તેના માટે સપનું હતી. આજે જયારે તેનું આ સપનું વાસ્તવિકતા બન્યું છે ત્યારે તેની ખુશીનો પાર નથી.
રશ્મિકાએ આ પોસ્ટ સાથે એક ફોટો શેર કર્યો છે. જેમાં તે રસ્તાની વચ્ચે ઊભી રહીને પોઝ આપી રહી છે. આ દરમિયાન તેણે બ્લેક સિમ્પલ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યા છે. ફોટામાં તેણે જે પ્રકારે પોઝ આપ્યો છે તેમાં તે કયૂટ પણ લાગી રહી છે અને ઇન્ડસ્ટ્રીમાં તેના સાત વર્ષ પૂર્ણ થયાની ખુશી પણ જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં જ રશ્મિકા મંદન્ના રણબીર કપૂર સાથે ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે રણબીરની પત્નીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સાથે જ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી હતી.