તાજેતરમાં જ અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શુરા ખાન સાથે 24 ડિસેમ્બરના લગ્ન કર્યા. ત્યાર બાદ આ નવ વિવાહિત કપલ તેમના હનીમૂન માટે નીકળી ગયું હતું. દરમિયાન આ કપલ મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. ત્યારે વિદેશમાં હનીમૂનની મજા માણતા કપલનો એક ફોટો જાહેર થયો છે. આપને જણાવી દઇએ કે હનીમૂનનો આ પહેલો ફોટો શુરા ખાને જ શેર કર્યો છે.
લગ્નના 10 દિવસ બાદ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાને પતિ અરબાઝ ખાન સાથેના હનીમૂનની પ્રથમ તસવીર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. શેર કરેલી તસવીરમાં બે હાથ દેખાય છે. શૂરાએ તેના પતિનો હાથ પકડ્યો છે. આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે કે, ‘Me and Mine’ અર્થાતૂ હું અને મારું. આ સાથે શુરા ખાને અરબાઝ ખાનને પણ ટેગ કર્યો છે.
તમને જણાવી દઈએ કે અરબાઝ ખાને શૂરાને 19 ડિસેમ્બરે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને તેના ચાર દિવસ બાદ આ કપલે એકબીજાને લાઈફ પાર્ટનર તરીકે મંજૂરીની મહોર લગાવી દીધી. અરબાઝે ઘૂંટણિયે પડી, હાથમાં ફૂલોનો ગુલદસ્તો અને હીરાની વીંટી સાથે શુરાને પ્રપોઝ કર્યું. તાજેતરમાં અરબાઝ ખાને પૂર્વ પત્ની મલાઈકા અરોરાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધી હોવાની મહિતી છે. ત્યારે શુરા ખાને તેના નવા સફરની અંગત પળોની મજાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.