મુંબઈ : શું ક્યારેય પૈસાથી ભરેલી બેગ તમારા હાથમાં લાગી છે? જો નહીં, તો પછી આવનારી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘લૂટકેસ’માં શું થાય છે, જ્યારે પૈસાથી ભરેલી બેગ કોઈ માણસના હાથે લાગે છે! ફિલ્મ ‘લૂટકેસ’ 31 જુલાઈ, 2020 ના રોજ રીલિઝ થશે. આ જોઈને, પ્રેક્ષકો ચોક્કસ ખડખડાટ હસી પડશે. ‘લૂટકેસ’ની દુનિયાની ઝલક મેળવવા માટે દર્શકો આતુરતાથી ટ્રેલરની રાહ જોતા હતા અને આખરે 16 જુલાઈ ગુરુવારે ફોક્સ સ્ટાર ઇન્ડિયાએ ટ્રેલરની લિંક તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે!
કુણાલ ખેમુએ ટ્રેલર રિલીઝની સાથે એક રમૂજી વીડિયો પણ શેર કર્યો છે, જેમાં દર્શકોને ફિલ્મ વિશે સંશોધન કરવા અને જો તેઓ હજી સુધી ટ્રેલર જોઇ શક્યા ન હોય તો તે જોવાનું કહ્યું છે. અભિનેતા લખે છે, “દરેક જણ કહે છે કે આ બેગમાં કંઈક કાળું છે, તમે જાતે જ જોઈ લો. લુટેકસનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 31 જુલાઇના રોજ રીલિઝ થશે.”
Sab keh rahe hai Iss bag me kuch kaala hai aap khud hi dekh lijiye! #LootcaseTrailer out now, movie out on 31st July! #lootcase https://t.co/FBFHa5A01T @raogajraj @RasikaDugal @RanvirShorey #VijayRaaz @rajoosworld @foxstarhindi @DisneyplusHSVIP #SodaFilmsIndia @saregamaglobal pic.twitter.com/4Ewc1OkC9X
— kunal kemmu (@kunalkemmu) July 16, 2020
લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝનીપ્લસ હોટસ્ટાર પર આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી રિલીઝ થશે. કૃણાલ ખેમુ, રસિકા દુગલ, રણવીર શોરે, વિજય રાજ અને ગજરાજ રાવ અભિનિત આ ફિલ્મનું નિર્દેશન રાજેશ કૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને સોડા ફિલ્મ્સ પ્રોડક્શન્સ દ્વારા નિર્માણિત છે અને રાજેશ ક્રિષ્નન અને કપિલ સાવંત દ્વારા લખાયેલ છે.