મુંબઈ : અભિનેતા ઋત્વિક રોશન 20 વર્ષથી બોલિવૂડમાં છે. અભિનેતાએ પોતાની મહેનત, અભિનયથી ચાહકોમાં એક અલગ ઓળખ બનાવી છે. તેના લુક માટે તેને ખૂબ પ્રશંસા પણ મળે છે. પરંતુ હવે ઋત્વિકને એક ખાસ વ્યક્તિની પ્રશંસા મળી છે. જે વ્યક્તિ ઓછું બોલે છે, પરંતુ જ્યારે પણ તે બોલે છે ત્યારે તેનું ખૂબ મૂલ્ય હોય છે.
અમે વાત કરી રહ્યા છીએ ભારત રત્ન અને સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરની જેમણે સોશિયલ મીડિયા પર ઋત્વિક રોશનના કામની પ્રશંસા કરી છે. લતાએ ટ્વીટમાં લખ્યું છે- હેલો ઋત્વિક, મને તમારું કામ ખૂબ ગમે છે, હું હંમેશા તમારા પરિવારને મારો પરિવાર માનું છું. દર વર્ષે હું રોશન જીની જન્મજયંતિ અને તેમની પુણ્યતિથિ વિશે લખું છું. તે ખરેખર એક મહાન સંગીતકાર હતા.
https://twitter.com/iHrithik/status/1283058348099805184
હવે લતા મંગેશકરે એક જ ટ્વિટમાં ઋત્વિક અને તેના દાદા રોશન લાલ નાગરાથની પ્રશંસા કરી છે. આ ટ્વીટ જોઈને ઋત્વિક રોશન પણ ખૂબ ભાવુક થઈ ગયો. લતા મંગેશકરના આ શબ્દોથી તે ખુશ થઈ ગયો. તે તેમનો આભાર માનતી વખતે લખે છે- આ મીઠા શબ્દો માટે ખૂબ ખૂબ આભાર. તમે એમ કહીને મારું માન વધારી દીધું છે!
इन मीठे शब्दों के लिए, बहुत बहुत शुक्रिया लताजी। आपने यह कहकर मेरा मान बढ़ा दिया है! 🙏🏻❤️ https://t.co/pm4NzUfBUZ
— Hrithik Roshan (@iHrithik) July 15, 2020