નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (બીજેપી) શુક્રવારે (5 એપ્રિલ, 2019) ના રોજ લોકસભા ચૂંટણીઓ માટે ગુજરાતના સ્ટાર પ્રચારક (અભિયાનકારો)ની સૂચિ જાહેર કરી છે. આ સૂચિમાં કુલ 40 નામો છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહનો સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’માં વડાપ્રધાન મોદીનું પાત્ર નિભાવનાર અભિનેતા વિવેક ઓબેરોયનું નામ આ લિસ્ટમાં 40માં નંબર પર છે. પરંતુ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનનું નામ આ લિસ્ટ પરથી ગુમ થઈ ગયું છે.
યાદીમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, નાણામંત્રી અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, ભૂતપૂર્વ મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારાને, નેતા ઉમા ભારતી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને બૉલીવુડ અભિનેતા પરેશ રાવલ સહિતના અન્ય જાણીતા ચહેરાના નામનો સમાવેશ થાય છે.
આ યાદી એ સમયે એમે આવી છે, જેના થોડા કલાકો અગાઉ સુમિત્રા મહાજને જાહેરાત કરી કે તેઓ આ વખતે ચૂંટણી લડશે નહીં., જ્યારે એક દિવસ પહેલા અડવાણીના ગાંધીનગર (ગુજરાત) ટીકીટ કાપી નાખવા અંગે બ્લોગ મારફતે પોતાનું મૌન તોડ્યું હતું. તેઓએ તેમાં ભાજપની કાર્યશૈલી અને રીત પર પ્રશ્નાર્થ ઉભા કરતા પ્રહાર કર્યા હતા.