માધુરીની ફિલ્મ પંચક રિલીઝ થવાની છે. તેના માટે આ એકટ્રેસ બાપ્પાના દર્શન કરવા મંદિરે પહોંચી છે. જે તેણે તેના પતિ અને ડો.શ્રીરામ નેને સાથે મળીને બનાવ્યું છે. આ ફિલ્મ 5 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવાની છે. હવે ‘પંચક’ની રિલીઝ પહેલા માધુરીએ તેના પતિ નેને સાથે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને ટ્રેડિશનલ કપડા પહેરેલા જોવા મળ્યા હતા.
સામે આવેલા વીડિયોમાં માધુરી અને ડો.નેને પોતાની કારમાંથી બહાર નીકળતા જોઈ શકાય છે. આ દરમિયાન ત્યાં હાજર અભિનેત્રીના તમામ ચાહકોએ તેને ઘેરી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માધુરી છેલ્લે 2022માં આવેલી ફિલ્મ ‘મઝા મા’માં જોવા મળી હતી. જે 2 ઓક્ટોબરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી. તેમાં ગજરાજ રાવ, ઋત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ અને સિમોન સિંહે પણ ભૂમિકા નિભાવી હતી.