મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આ કોરોના યુગમાં લોકોને દરેક રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા દ્વારા પોતાનું નવો હેન્ડ સેનિટાઈઝર લોંચ કર્યું. સલમાન ખાને વીડિયો શેર કરતાં કહ્યું હતું કે તેણે એફઆરએસએચ નામનો હેન્ડ સેનિટાઇઝર બનાવ્યો છે, જે કોરોના સામેની લડતમાં સૌથી મહત્વપૂર્ણ છે.
આ પછી, તેણે આ સેનિટાઈઝર મુંબઇ પોલીસને દાનમાં આપ્યા છે, જેથી તે મદદ કરી શકે. હવે આ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સલમાનનો આભાર માન્યો છે. ઉદ્ધવએ પોતાના સત્તાવાર ખાતામાંથી લખ્યું કે, ‘સલમાન ખાનનો આભાર, મુંબઈ પોલીસને 1 લાખ હેન્ડ સેનિટાઇઝર આપવા બદલ.’ તેના જવાબમાં સલમાન ખાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, મુંબઈ પોલીસ અને યુવા સેન કમિટીના સભ્ય રાહુલ કનાલનો આભાર માન્યો.
Thank u 🙏 @CMOMaharashtra @Iamrahulkanal @MumbaiPolice #IndiaFightsCorona https://t.co/GtBL3UrTWC
— Salman Khan (@BeingSalmanKhan) May 30, 2020