મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ તેની આત્મહત્યાને લઇને વિવિધ અટકળો થઈ રહી છે. સુશાંતના મોત માટે, સમગ્ર બૉલીવુડ કેમ્પ, નેપોટિઝ્મને દોષી ઠેરવવામાં આવી રહ્યું છે. પોલીસ આ મામલે અનેક ખૂણાથી તપાસમાં સામેલ છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર સુશાંતના ચાહકો અભિનેતાને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. ઘણા સેલેબ્સને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કરણ જોહર, આલિયા ભટ્ટ, સલમાન ખાન બાદ ડિરેક્ટર મહેશ ભટ્ટની પણ ટીકા થઈ રહી છે.
મહેશ ભટ્ટને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે
સુશાંત સિંહ રાજપૂતની નજીકની મિત્ર રિયા ચક્રવર્તી સાથેની મહેશ ભટ્ટની તસવીરો વાયરલ થતાં સમગ્ર મામલો શરૂ થયો. આ ફોટામાં મહેશ ભટ્ટ રિયાના ખભા પર માથું રાખીને બેઠેલા દેખાય છે. બીજા ફોટોમાં રિયાએ મહેશ ભટ્ટને ગળે લગાવ્યા છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે અને લોકો મહેશ ભટ્ટની ખૂબ ટીકા કરી રહ્યા છે. કેટલાક ચાહકોએ મહેશની સાથે રિયાને પણ ટ્રોલ કરી છે. લોકોને મહેશ ભટ્ટની રિયા સાથે આવી નિકટતા પસંદ આવી રહી નથી. મહેશ ભટ્ટનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે.
I fail to understand why #SushantSinghRajput was into a relationship with a psycho #MaheshBhatt muse #RheaChakraborty pic.twitter.com/dVT9kwxcnq
— Miss Middle Class (@ShonaliR87) June 16, 2020
https://twitter.com/Intrepid_SK/status/1273872299037356032
https://twitter.com/ThinkinHashtag/status/1272577875858898945
https://twitter.com/Mathanmahe777/status/1273843486907719680
#JusticeForSushantSinghRajput #MaheshBhatt Is trying to remove his hashtags from the twitter trends and misleading the media
Waahh!!! pic.twitter.com/ulZ2jeONUF— Evika (@myshades22) June 16, 2020