નવી દિલ્હી : બોલીવુડના સ્ટાર કિડ્સની એન્ટ્રી વચ્ચે 2017માં મિસ વર્લ્ડનો તાજ જીતનાર માનુષી છિલ્લર ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, માનુષી છિલ્લર બોલીવુડના એક્શન હીરો અક્ષય કુમાર સાથેની બાયોપિક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે. મીડિયા અહેવાલો મુજબ, અક્ષય કુમાર અને માનુષી છિલ્લર ઐતિહાસિક યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિકમાં સાથે જોવા મળશે. પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિક માટે યશ રાજ ફિલ્મ્સનું નિર્માણ કરશે, જે ચંદ્રપ્રકાશ દ્વિવેદીના ડાયરેકશનમાં બનાવવામાં આવશે.
થોડા દિવસો પહેલા તેના ફોટોશૂટને લઈને ચર્ચામાં રહેલી માનુષી આ ફિલ્મમાં રાજકુમારી સંયુક્તાની બહૂનિક ભજવશે. ઉલ્લેખનીય છે કે, માનુષી હાલના દિવસોમાં તેમની પહેલી ફિલ્મ માટે તૈયારીમા વ્યસ્ત છે. માનુષી અભિનય અને નૃત્ય કાર્યશાળા (વર્કશોપ)માં પણ જઈ રહી છે.
મિસ વર્લ્ડ ટાઇટલ પહેલા, હરિયાણાની માનૂષીએ 54 મી ફેમેના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2017 ટાઇટલ જીત્યું હતું. 21 વર્ષીય માનૂષીએ દિલ્હીની સેંટ થોમસ સ્કૂલ અને સોનીપતના ભગત ફુલ સિંહ, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ફોર વિમેનમાં અભ્યાસ કર્યો હતો. માનુષી એક એવા પરિવારમાંથી આવે છે, જ્યાં કોઈપણ મનોરંજન કે સૌંદર્ય સ્પર્ધા સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. તે પોતાના પરિવાર અને મિત્રોમાં મોડેલિંગની દુનિયામાં આવનાર પ્રથમ વ્યક્તિ છે.