નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી Met Gala 2019 (મેટ ગાલા 2019)માં એક આકર્ષક લૂકમાં જોવા મળી હતી. ગાલામાં ઇશાએ પ્રબલ ગુરંગ દ્વારા ડિઝાઇન કરેલ લિલેક કલરનું ગાઉન પહેર્યું હતું. ગયા વર્ષે મેટ ગાલામાં, પ્રબળએ જ અભિનેત્રી દીપિકા પાદુકોણનો લૂક સ્ટાઇલ કર્યો હતો. આ વર્ષે મેટ ગાલા થીમ ‘કેમ્પ: નોટ્સ ઓન ફેશન’ને ધ્યાનમાં રાખીને ઈશાએ પ્લનજિંગ નેકલાઇનવાળું ગાઉન પહેર્યું હતું. જેના સ્કર્ટ પર ફેધર (પીંછા)નું વર્ક કરવામાં આવ્યું હતું.
ઇશા રાજકુમારીની જેવી દેખાતી હતી. તેણે પોતાના લૂકને ડાયમંડ નેકપીસ અને ડ્રોપ ઈયરિંગ્સ સાથે પૂરો કર્યો હતો. ડિઝાઇનરે ઈશાન આ ગાઉનમાં વોકના કેટલાક કલાકો પહેલા ઇન્સ્ટાગ્રામ પર તેની એક ઝલક દર્શાવી હતી.
ઇશાએ ગાઉનનું ચિત્ર શેર કરતી વખતે કૅપ્શનમાં જણાવ્યું હતું કે, ‘ધારો કે કોણ આ ગૌણ પહેરીને કાર્પેટ પર ધ્યાન આકર્ષિત કરવા માંગે છે?’ ઇશ ગયા વર્ષે પણ મેટ ગાલામાં જોડાઈ હતી.
A collaboration among friends, we worked with the graceful and joyous Isha Ambani on her Atelier creation for months
With three fittings in Mumbai and a final Atelier appointment in NYC, we enveloped her dress with over 350hrs of laborious love to bring our shared vision to life pic.twitter.com/ruSjukmSLb— Prabal Gurung (@prabalgurung) May 7, 2019