મુંબઈ: ખેડૂત બિલ વિરુદ્ધ ખેડુતોનું આંદોલન લગભગ 70 દિવસથી ચાલી રહ્યું છે. વિદેશી કલાકારો પણ આ આંદોલનના સમર્થનમાં બહાર આવ્યા છે. ગઈકાલે ગાયિકા રીહાનાએ તેને ટેકો આપ્યો હતો અને તે પછી ગ્રેટા થનબર્ગ જેવી ઘણી હસ્તીઓએ તેના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. હવે પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલિફાએ પણ આ આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે.
મિયા ખલિફાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તે ખેડૂતોની સાથે છે. તેમણે ટ્વિટર પર લખ્યું- શું આ માનવ અધિકારનો ભંગ કરી રહ્યું છે? આ લોકોએ નવી દિલ્હીમાં ઇન્ટરનેટ કનેક્શન ડિસ્કનેક્ટ કર્યું છે?
What in the human rights violations is going on?! They cut the internet around New Delhi?! #FarmersProtest pic.twitter.com/a5ml1P2ikU
— Mia K. (@miakhalifa) February 3, 2021
સોશિયલ મીડિયા પર, ઘણા લોકો આવા સ્ટાર્સને પેઇડ એક્ટર્સ પણ કહી રહ્યા છે. મિયા ખલિફાએ આવા લોકોને જવાબ આપતા લખ્યું કે તેમને આશા છે કે એવોર્ડ સિઝનમાં આવા કલાકારોની અવગણના કરવામાં આવશે નહીં. આ સાથે તેમણે લખ્યું, “હું ખેડૂતોની સાથે ઉભી છું”.