મુંબઈ : બોલિવૂડ સ્ટાર સિંગર મીકા સિંહ તાજેતરમાં દિશા પરમાર અને રાહુલ વૈદ્યના લગ્નના રિસેપ્શનમાં ભાગ લેવા પહોંચ્યો હતો. આ દરમિયાન પાર્ટીમાંથી પરત ફરતી વખતે તેની કારને નુકસાન પહોંચ્યું હતું. આ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન કારમાં મીકા સિંહ સાથે એક યુવતી પણ હતી અને આ બ્યુટી બીજુ કોઈ નહીં પણ એક્ટર પારસ છાબરાની પૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી આકાંક્ષા પુરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયકનો આ વીડિયો રાતના 3 વાગ્યાની આસપાસનો છે. મીકા સિંહ રાહુલ વૈદ્ય-દિશા પરમારની રિસેપ્શન પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન તેમની કાર મોડી રાત્રે ખરાબ થઇ ગઈ હતી. આવી સ્થિતિમાં, તેની મદદ કરવા માટે એક વિશાળ ટોળું એકઠું થઈ ગયું હતું અને ગાયકની મદદ માટે લગભગ 200 લોકો પાણીમાં ભીંજાયેલા જોવા મળ્યા હતા.
મીકાસિંહે પોતે આગળ તરફ ઇશારો કરતાં કહ્યું કે, ‘ત્યાં અમારી ગાડી ખરાબ થઇ ગઈ છે અને જુઓ, ઓછામાં ઓછા 200 લોકો મદદ માટે આગળ આવ્યા છે.’ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મીકા આ કહેતાની સાથે જ લોકો ખુશખુશાલ થવા લાગે છે અને ગાયકના ચાહકોનો અવાજ ચારે બાજુથી આવવા લાગે છે.
આપને જણાવી દઈએ કે મીકા સિંહ અને આકાંક્ષા છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં છે. કોઈ મ્યુઝિક વીડિયોના સંદર્ભમાં, બંને વચ્ચે ઘનિષ્ઠતા વધતી જોવા મળી છે. તેમ છતાં બંનેએ હજી સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, મોડી રાત્રે મળીને સ્પોટ થવું ચાહકોને કંઈક બીજું સૂચવે છે.
મિકા સિંહ ભૂતકાળમાં કમલ આર ખાન સાથે સોશિયલ મીડિયા પર તુ-તુ મે-મે વિશે ચર્ચામાં હતો. બંનેએ એકબીજાને સારી રીતે સાંભળ્યું જ નહીં, પણ એક બીજા પર ગીતો પણ રચ્યાં હતાં.