મુંબઈ : ટીવીની સૌથી લોકપ્રિય ‘નાગિન’ની પ્રસિદ્ધિ હનસલ કરનાર એક્ટ્રેસ મૌની રોયનું બૉલીવુડ ડેબ્યુ પણ હિટ રહ્યું. તેની પ્રથમ ફિલ્મ રિલીઝ બાદ ઘણી ફિલ્મને લઈને વ્યસ્ત મૌની હાલના દિવસોમાં રિલેક્સ મોડમાં જોવા મળી રહી છે. ઉનાળાની મજા માણવા માટે મૌની સ્વિમિંગ કરતી નજરે પડી હતી. મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કર્યો છે જેમાં સફેદ બીકીનીમાં સુપર કુલ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, મૌનીનાં ઇન્સ્ટાગ્રામ પર 7.9 મિલિયન ફોલોઅર્સ છે.
મૌનીએ સફેદ બિકીનીમાં પુલની અંદર તરતી હોય તેવો વિડીયો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે ઉનાળામાં ગરમીનો શ્રેષ્ઠ માર્ગ પાણીમાં વધુ સમય પસાર કરવો એ છે. મૌનીના આ વિડિયોને અત્યાર સુધીમાં 5 લાખ કરતાં વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.
મૌની રોય ટીવી ઉદ્યોગનું મોટું નામ હોવાની સાથે બોલીવુડની ડિમાન્ડિંગ એક્ટ્રેસ પણ બની ચુકી છે. મૌની રોયે ફિલ્મ ‘ગોલ્ડ’ સાથે બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
સીરીયલ ‘નાગિન’એ બનાવી હિટ
મૌની રોયે એકતા કપૂરની સિરિયલ ‘નાગિન’ સાથે ટીવી પર પોતાની ઓળખ બનાવી હતી. સીરિયલ હિટ થયા બાદ તેણે અક્ષય કુમાર સાથે ‘ગોલ્ડ’ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મ ‘રામોયો અકબર વૉલ્ટર્સ’ માં જ્હોન અબ્રાહમ સાથે પણ દેખાઈ હતી અને આગામી સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રમાં’ નેગેટિવ રોલ્સ પ્લે કરતી જોવા મળશે.