નવી દિલ્હીઃ કોરોના વાયરસની પરિસ્થિતિમાં સિનેમાઘરો બંધ હોવાથી ઓટીટી પ્લેટફોર્મ ઉપર ફિલ્મો રિલિઝ થઈ રહી છે ત્યારે બોલિવૂડના ભાઈ જાન સલમાન ખાનની ઇદના સમયમાં રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલિઝ થઈ હતી. જોકે, ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પાઈરેટ થયા બાદ પાઇરેટ સાઈટ્સ થકી લોકો રાધે ફિલ્મ જોઈ રહ્યા છે ત્યારે સલમાન ખાન આ ઉપર ભડક્યો હતો. અને પાયરેટેડ વર્ઝન જોવા ઉપર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇની રિલીઝ બાદ જ્યારે ફિલ્મ લીક થઇ તો ફેન્સે સલમાન ખાનને એક્શન લેવા કહ્યું. હવે સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે જેમાં તે જણાવે છએ કે, આ પાઇરેટેડ સાઇટ્સ વિરુદ્ધ સખત કાર્યવાહી તે કરશે.
સલમાને લખ્યું છે કે, ‘અમે તમને અમારી ફિલ્મ રાધે દર્શાવવા માટે ખુબજ સામાન્ય 249 રૂપિયા ભાવ રાખ્યો છે. છતા તમે પાઇરેટેડ સાઇટ્સ પરથી ‘રાધે’નાં ગેરકાયદે સ્ટ્રીમિંગ કરી રહ્યાં છો. જે એક ક્રાઇમ છે. સાઇબર સેલ આ તમામ ઇલલીગલ પાઇરેટેડ સાઇટ્સ વિરુદ્ધ એક્શન લેવા જઇ રહી છે. પ્લીઝ પાઇરસીનો ભાગ ન બનો. નહીં તો સાઇબર સેલ આપનાં વિરુદ્ધ પણ એક્શન લેશે. પ્લીઝ સમજો નહીં તો આપ સાઇબર સેલની સાથે મોટી મુશ્કેલીમાં પડી જશો.’
ફિલ્મ રિલીઝ પહેલાં જ 12 મેનાં સલમાન ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે, એક ફિલ્મ બનાવવા માટે ઘણાં બધા લોકો ખુબજ મહેનત કરે છે. અને મને ખુબજ ખરાબ લાગે છે જ્યારે કેટલાંક લોકો તેને જોવા માટે પાયરસીનો સહારો લે છે. હું આપ સૌથી એક વાયદો લેવાં ઇચ્છુ છુ કે, આપ પ્લીઝ યોગ્ય પ્લેટફર્મ પર જ આ ફિલ્મ જોજો. આ ઇદ સંપૂર્ણ રીતે ઓડિયન્સનાં વાયદા પર નિર્ભર છે. એન્ટરટેઇનમેન્ટમાં નો પાયરસી.
આપને જણાવી દઇએ કે, સલમાન ખાનની આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી છે. તેમાં સલમાનની સાથે સાથે દિશા પટની, રણદીપ હુડ્ડા, બિગ બોસ ફેઇમ ગૌતમ ગુલાટી અને જેકી શ્રોફ છે. ફિલ્મમાં સલમાન ખાન એક પોલીસ ઓફિસરનાં પાત્રમાં નજર આવે છે જે ડ્રગ્સ માફિયાનો ખાતમો કરે છે.