મુંબઈ : ડ્રગ્સના કેસમાં ટીવી કપલ સનમ જોહર અને અબીગેલની મુશ્કેલીઓ વધી છે. મુંબઇ એનસીબીએ બંને વિરુધ્ધ ડ્રગ લેવાનો કેસ નોંધ્યો છે. બંનેની 23 અને 24 સપ્ટેમ્બરે એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. એનપીબીએ કપલના ઘરે રેડ કરી હતી. જેમાં મારિહુઆના (ડ્રગ્સનો એક પ્રકાર) તેના ઘરમાંથી મળી આવ્યું હતું. તેની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ એનસીબી ફરીથી તેને પૂછપરછ માટે બોલાવશે.
સનમ-એબીગેલ પર એનસીબીનો ગાળ્યો કસાયો
તમે જાણો છો, સનમ અને અબીગેલનું નામ ડ્રગના એક પેડલરના નિવેદનમાં સામે આવ્યું છે. હજી સુધી સનમ અને અબીગેલે ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયા પછી કોઈ પ્રતિક્રિયા આપી નથી. બંને ટીવી વર્લ્ડના પ્રખ્યાત યુગલો પૈકી એક છે. તેઓએ સાથે ડાન્સ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. સનમ વ્યવસાયે કોરિયોગ્રાફર છે અને અબીગેલે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. સનમ-અબીગેલ એનસીબી રડાર પર છે. નોંધનીય છે કે, ડ્રગ્સ કેસમાં બોલિવૂડના સેલેબ્સના નામ સામે આવ્યા પછી આ પ્રથમ ટીવી સેલેબ્સ છે, જેનું નામ ડ્રગ્સ કેસમાં જોડાયું છે.