મુંબઈ : નેહા કક્કર ભૂતકાળમાં તેના લગ્નને લઈને ઘણી ચર્ચામાં રહી હતી, પરંતુ આ વખતે તેણે પોતાની ઉદારતા સાથે સોશિયલ મીડિયા પર વર્ચસ્વ જમાવ્યું છે. લગ્ન અને હનીમૂનમાં બાદ તે કામ પર પરત ફરી છે. નેહા ઈન્ડિયન આઇડોલના જજ પેનલ પર આવી ગઈ છે. આ શોમાં ઓડિશન આપવા આવેલા એક પ્રતિસ્પર્ધીની દુઃખદ કથા સાંભળીને તેણે તેને એક લાખ રૂપિયાની મદદ કરી છે.
સોની ચેનલે આ એપિસોડનો વિડીયો શેર કર્યો છે. વીડિયોમાં જયપુરનો સ્પર્ધક શહજાદ અલી તેના જીવન વિશે જણાવે છે. તેઓ કહે છે કે તેઓ કપડાની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં માતાનું અવસાન થયું. ઈન્ડિયન આઇડોલના ઓડિશન સુધી પહોંચવા માટે શાહજાદની દાદીએ પાંચ હજાર રૂપિયાની લોન લીધી હતી.
શાહજાદની આ આર્થિક સમસ્યા જોઈ નેહા કક્કરનું હૃદય પીગળી ગયું. તેણે શહજાદ તરફ મદદનો હાથ લંબાવ્યો અને તેને ભેટ રૂપે એક લાખ રૂપિયાની સહાય આપી.