મુંબઈ : બૉલીવુડ સિંગર નેહા કક્કર કોન્ટ્રોવર્સી બાદ ફરી એકવાર તેના અંદાજમાં આવી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના નવા વીડિયો લોકોનું મનોરંજન કરવાનો સતત પ્રયાસ કરે છે. તેની ગાયકીથી બોલિવૂડમાં ધમાલ મચાવનાર નેહા કક્કર તેની નૃત્ય કુશળતા માટે પણ જાણીતી છે. હવે તેનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે.
નેહા કક્કર સતત સોશિયલ મીડિયા પર પોતાનો ડાન્સ અને કોમેડી વીડિયો શેર કરતી રહે છે. તેના ચાહકો આતુરતાપૂર્વક તેમના આવા વીડિયોની રાહ જોઇ રહ્યા હોય છે. તે જ સમયે, નેહાએ તેની ઇન્સ્ટાગ્રામ વોલ પર એક નવો વિડિઓ શેર કર્યો છે, જેમાં તે પોતાના જ ગીત ‘પૂછદા હી નહીં’ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. જુઓ આ વિડીયો…