મુંબઈ : મલયાલી ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ ને ભારત દ્વારા 93 મા ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. ‘જલ્લીકટ્ટુ’ સિવાય બીજી ઘણી ફિલ્મો પણ ભારત તરફથી ઓસ્કરમાં જવાની રેસમાં હતી.
આમાં હિન્દી ફિલ્મોમાં શકુંતલા દેવી, શિકારા, ગુંજન સક્સેના, ભોંસલે, ગુલાબો સીતાબો, સીરિયસ મેન, બુલબુલ, કામયાબ, ધ પિંક સ્કાયનો પણ સમાવેશ થાય છે. આ સિવાય મરાઠી ફિલ્મો બિટરસ્વીટ અને ડિસાઈપલ પણ રેસમાં હતી.
આ પહેલા, મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાનને વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરીમાં નોનોમિનેશન મળ્યાં હતાં. આ તમામ ફિલ્મો એવોર્ડ જીતવામાં અસફળ રહી હતી.