મુંબઈ : સોશિયલ મીડિયાનો યુગ આવતાની સાથે જ લોકોમાં નકલી સમાચારો (ફેક ન્યુઝ)ની સક્રિયતા પણ વધી ગઈ છે. આના માધ્યમથી ઘણી બધી ખોટી માહિતી લોકો સુધી પહોંચે છે અને લોકો તેને સાચી માને છે. તાજેતરની વેબ સીરીઝ ‘પાતાલ લોક’ની શરૂઆતમાં જ્યારે પોલીસ અધિકારી હાથીરામ ચૌધરી તેના જુનિયર પાર્ટનર ઇમરાન અન્સારીને પાતાલ લોક વિશે સમજાવી રહ્યા હોય છે. આ દરમિયાન તે વોટ્સએપ સમાચારોનો ઉલ્લેખ કરે છે. હવે આ સંવાદના માધ્યમથી મુંબઇ પોલીસે લોકોને નકલી સમાચારો પ્રત્યે ચેતવણી આપવા માટે ટ્વિટર પર એક મીમ શેર કર્યું છે.
મુંબઈ પોલીસે હાથીરામના સીનનો ફોટો શેર કર્યો છે. આ ફોટો તે સમયનો છે જ્યારે હાથીરામ તેના સાથી ઇમરાન અન્સારીને ત્રણ જગત (સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ) વિશે જણાવી રહ્યો છે. આ દરમિયાન તે કહે છે કે, મેં આ વોટ્સએપ પર વાંચ્યું હતું. હાથીરામના આ ડાયલોગ પર, મુંબઈ પોલીસે મીમ શેર કરીને લખ્યું છે કે – જ્યારે નકલી સમાચારો ફેલાવતા લોકોને પૂછવામાં આવે છે કે તમે આ સમાચાર ક્યાં વાંચ્યા છે, ત્યારે તેઓ કેટલાક આવા જવાબ આપે છે.
https://twitter.com/MumbaiPolice/status/1261878887643934720
ચાલો આપણે જાણીએ કે આજકાલ કોઈ પણ બનાવટી સમાચાર આગની જેમ ફેલાતા જાય છે. હવે એ કહેવાની જરૂર નથી કે વોટ્સએપ એ મુખ્ય માધ્યમ છે જેના દ્વારા આ બનાવટી સમાચાર ફેલાય છે.
તમને જણાવી દઈએ કે, ‘પાતાલ લોક’ શો શરુ થયો તેને હજુ બે દિવસ થયા નથી અને બધે જ તેની ચર્ચા ચાલી રહી છે. આ વેબ સિરીઝને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. તે 15 મેના રોજ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમીંગ કરવામાં આવી હતી. વેબ સિરીઝની સફળતા જોઈને તેના નિર્માતા અનુષ્કા શર્માએ કાસ્ટ અને ક્રૂ સાથે વર્ચુઅલ પાર્ટી પણ યોજી હતી.