પદ્માલક્ષ્મી લેખક, અભિનેતા, મોડેલ, ટીવી હોસ્ટ, નિર્માતા અને માસ્ટર શેફ છે. આજે તેમનો જન્મદિવસ છે. પદ્મા લક્ષ્મીનો જન્મ 1 સપ્ટેમ્બર 1970 ના રોજ ચેન્નઈમાં આયંગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પદ્માના માતા -પિતા અલગ થયા ત્યારે તે માત્ર એક વર્ષની હતી. જે બાદ તેનું બાળપણ ન્યૂયોર્કમાં વિત્યું. પતિથી અલગ થયા બાદ પદ્માની માતા ન્યૂયોર્કમાં સ્થાયી થઈ ગઈ હતી.
પદ્માલક્ષ્મી આજના યુગની સફળ મહિલાઓમાંની એક છે, જેમની પાસેથી દરેક ભારતીય મહિલા પ્રેરણા લઈ શકે છે. પદ્મલક્ષ્મી લગભગ પાંચ ભાષાઓમાં માહિર છે. પદ્મા લક્ષ્મી રીતે અંગ્રેજી, હિન્દી, તમિલ, સ્પેનિશ અને ઇટાલિયન ભાષા બોલે છે.
મોડેલિંગ 18 વર્ષમાં શરૂ થયું
પદ્માએ 18 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યું. રજા દરમિયાન પદ્મા સ્પેનના મેડ્રિડમાં એક કાફેમાં બેઠી હતી. પછી એક મોડેલિંગ અગેન્ટ ની નજર પડી અને તેનો સંપર્ક કર્યો. બસ પછી શું હતું પદ્મ લક્ષ્મીએ મોડેલિંગ શરૂ કર્યું અને અહીંથી તેનું નસીબ બદલાઈ ગયું.
પદ્માએ વર્ષ 2003 માં ફિલ્મ ‘બૂમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કેટરિના કૈફની પણ આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. આમાં, તેણી હીરા ચોરવાનો આરોપ ધરાવતી સુપરમોડલ શીલા બર્ડેઝનું પાત્ર ભજવી રહી હતી.
પદ્મા લક્ષ્મીએ 2004 માં ન્યૂયોર્કમાં પ્રખ્યાત નવલકથાકાર સલમાન રશ્દી સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત 1999 માં થઈ હતી. સલમાન રશ્દી લગ્ન સમયે 51 વર્ષના હતા અને તેમની ત્રીજી પત્ની સાથે છૂટાછેડા લીધા હતા જ્યારે લક્ષ્મી તે સમયે માત્ર 28 વર્ષની હતી. સલમાન રશ્દી અને પદ્માના આ લગ્ન લાંબા સમય સુધી ટક્યા નહીં. છૂટાછેડા પછી પદ્માની આત્મકથા પ્રકાશિત થઈ. આમાં તેણે પોતાના લગ્ન તૂટવાનું કારણ પણ જણાવ્યું હતું.
છૂટાછેડા પછી, લક્ષ્મીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં તેની સાથે રહેવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ બધું બરાબર ચાલી રહ્યું ન હતું. સલમાન સાથે શારીરિક સંબંધો ખૂબ પીડાદાયક હતા. જ્યારે હું તેમને ના પડતી, ત્યારે તે કેહતા કે તું કેટલી સરળતાથી બહાના બનાવો છો. આ પીડાને કારણે, મારા શરીરમાં એક આંતરિક રોગ થયી ગયો હતો. જેના કારણે મારે 5 કલાકની સર્જરી પણ કરવી પડી હતી. તમને જણાવી દઈએ કે, લક્ષ્મીને એન્ડોમેટ્રિઓસિસ નામની બીમારી હતી. જેમાં ગર્ભાશયના ભાગમાં ભયંકર દુખાવો થાય છે અને સેક્સ અશક્ય બની જાય છે.
આ પછી, પદ્મા તેના જીવનમાં આગળ વધી અને ટેડ ફોર્ટ્સમેન સાથે પ્રેમમાં પડી ગઈ. પરંતુ તેણે એડમ ડેલને ડેટ કરવાનું શરૂ કર્યું અને તેમના બાળકની માતા બની. ટેડે કહ્યું, તે તેને પોતાના બાળકની જેમ ઉછેરવા માંગે છે. અને આદમને તેના વિશે કશું કહેશો નહીં. ટેડનું 2011 માં 71 વર્ષની વયે અવસાન થયું.