નવી દિલ્હી : પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસંજે દિલ્હીમાં તેની વેક્સના સ્ટેચ્યુ (પ્રતિમા)નું અનાવરણ કર્યું છે. ફિલ્મ ઉડતા પંજાબ સાથે બોલીવુડમાં શાનદાર શરૂઆત કરનાર દિલજિત આ પ્રસંગે ખુબ જ ખુશ જોવા મળ્યા અને તેમણે સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે આ ખુશી કરી હતી. દિલજીતે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, પંજાબના એક નાનકડા ગામથી આવતા દોસાંઝએ મેડમ તુસાદ સુધીની સફર પૂર્ણ કરી છે. આ વેક્સ સ્ટેચ્યુ તેના ગીત ‘પુત્ત જટ્ટ દા’ પર આધારિત છે.
આ સમારંભમાં દિલજીત બ્લેક પાઘડી અને બ્લેક ટક્સેડોમાં પહોંચ્યા હતા. તેઓએ એમ પણ કહ્યું કે, તેઓએ લંડનના તુસાદ મ્યુઝિયમમાં જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે થઇ શક્યું ન હતું. તેમણે કહ્યું કે, ‘ત્યાં જવા માટેની એક લાંબી લાઇન હતી. હું લંડનમાં એક દિવસ માટે જ આવ્યો હતો. જેથી મને સમય મળી શક્યો નહીં. મેં આ પછી ફરી પ્રયાસ કર્યો પરંતુ હું ફરી નિષ્ફળ ગયો. તમે મારા વેક્સ સ્ટેચ્યુની વાત કરી રહ્યા છો, પરંતુ મેં તો મેડમ તુસાદમાં પ્રવેશવાની આશા પણ છોડી દીધી હતી.’
Aukaat Ghat Te Kirpa Zyada ????
Dosanjh Kalan Ton @MadameTussauds @tussaudsdelhi
Wah Maalka Terian Tu Jaaney ????
FIRST Turbaned SIKH to Have Wax Figure at #MadameTussauds
LOVE MY FANS ?????? pic.twitter.com/8wSixWF4Rd
— DILJIT DOSANJH (@diljitdosanjh) March 28, 2019
ઉલ્લેખનીય છે કે, પંજાબી ગાયક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર દિલજીત મોર્ડન, રાઉન્ડના સૌથી સફળ પંજાબી ગાયકો પૈકીના એક છે. તેમણે આ સિવાય ચાર બૉલીવુડ ફિલ્મો પણ કરી છે. જેમાં ઉડતા પંજાબ, સુરમા, ફિલોરી અને વેલકમ ટુ ન્યુયોર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે જટ્ટ એન્ડ જુલિયટ સિરીઝ, સુપર સિંઘ, ડિસ્કો સિંઘ અને પંજાબ 1984 જેવી ફિલ્મોમાંથી પણ ઘણી નામના મેળવી છે. તેમની આગામી ફિલ્મોમાં અર્જુન પટિયાલા અને ગુડ ન્યૂઝનો સમાવેશ થાય છે. ગુડ ન્યૂઝમાં દિલજીત, અક્ષય કુમાર અને કરીના કપૂર ખાન જેવા સ્ટાર્સ સાથે કામ કરતા નજરે પડશે.