મુંબઈ : બિગ બોસના ઘરેથી નીકળેલા પારસ છાબરા અને માહિરા શર્માની બોન્ડિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પારસ અને માહિરાની મિત્રતા ચાહકો પસંદ આવી રહી છે. હવે આ બંનેએ સાથે મળીને એક ગીત રજૂ કર્યું છે. ગીતનાં શબ્દો છે હેશટેગ લવ સોનીએ. આ ગીતમાં પારસ અને માહિરાની જબરદસ્ત કેમેસ્ટ્રી છે.
પારસ-માહિરાની જબરદસ્ત કેમિસ્ટ્રી
ગીતમાં લોકડાઉન દરમિયાન વધતા પ્રેમને બતાવવામાં આવ્યો છે. પારસ અને માહિરા વિડીયો કોલ દ્વારા એક બીજા સાથે જોડાય છે. ગીતમાં છૂટાછવાયા હોવા છતાં, બંને વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. બંનેનો આ મ્યુઝિક વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ગીતને મીટ બ્રોસ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. શબ્દો Mellow Dનાં છે.
ખબર છે કે આ પહેલીવાર નથી જ્યારે પારસ છાબરા અને માહિરા શર્મા કોઈ મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યા છે. આ અગાઉ બંનેએ સિંગર દર્શન રાવલનાં મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું હતું. આ બંનેની કેમિસ્ટ્રીને કારણે ફેન્સને આ ગીત ખૂબ ગમ્યું. આ વિડીયોની ચર્ચાઓ પણ સારી રીતે કરવામાં આવી હતી.
જુઓ ગીત…