મુંબઈ : બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે આડકતરી રીતે કોંગ્રેસ પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની આલોચના કરી છે. પરેશ રાવલે પોતાની એક ટ્વીટમાં લખ્યું છે કે, “પૌત્રીએ ફ્રી બંગલામાં રહીને દાદીનું નાક કપાવ્યું.” એ વાત જાણીતી છે કે મોદી સરકારે પ્રિયંકા ગાંધીને 1 ઓગસ્ટ સુધીમાં નવી દિલ્હીમાં તેમનો સરકારી બંગલો ખાલી કરવા કહ્યું છે.
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય વતી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને દિલ્હીના લોધી એસ્ટેટમાં સરકારી બંગલો છોડવાની નોટિસ મળી છે. પરેશ રાવલે કરેલું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જોકે તેમની વાત કહેતા પરેશ ભૂલી રાવલ ગયા કે આ બંગલો પ્રિયંકાને મફતમાં મળ્યો ન હતો.
આટલું ભાડુ ચૂકવતા હતા
પ્રિયંકા ગાંધી વાડ્રા આ બંગલાનું ભાડુ ચૂકવી રહ્યા હતા. એજન્સી અનુસાર પ્રિયંકા ગાંધી આ બંગલા માટે દર મહિને 37 હજાર રૂપિયા ભાડુ ચૂકવતા હતા. પ્રિયંકા લગભગ બે દાયકાથી આ ઘરમાં રહે છે. આ બંગલો ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા હેઠળ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે એસપીજી સુરક્ષા હટાવી દીધી હતી.
मुफ़्त के बंगले में रहेकर पोती ने दादी की नाक कटवा दी !
— Paresh Rawal (@SirPareshRawal) July 2, 2020