અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના નિધનના સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. તાજેતરમાં જ ખબર આવી હતી કે અભિનેત્રીનું નિધન થયું છે. અચાનક આવેલા આ સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે. મોતનું કારણ પણ સામે આવ્યું છે.
અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના નિધનના સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. તાજેતરમાં જ ખબર આવી હતી કે અભિનેત્રીનું નિધન થયું છે.
32 વર્ષની ઉંમરે પૂનમ પાંડેએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અચાનક આવેલા આ સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે. મોતનું કારણ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી ઉત્તર પ્રદેશમાં તેના ઘરે હતી. તેમનું મૃત્યુ યુપીમાં જ થયું હતું.
મોડલ-એક્ટ્રેસ ઈન્ટરનેટ સેન્સેશન અને સૌથી વિવાદાસ્પદ સ્ટાર પૈકીની એક પૂનમ પાંડેનું કેન્સરને કારણે નિધન થયું છે.
શુક્રવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટે આ સમાચારની પુષ્ટિ કરી. અભિનેત્રીની ટીમે પોસ્ટ કર્યું, ‘આજની સવાર અમારા માટે મુશ્કેલ છે. તમને જણાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઇકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમને ગુમાવી દીધી છે. તેમના સંપર્કમાં આવેલા દરેક જીવંત સ્વરૂપને શુદ્ધ પ્રેમ અને દયા પ્રાપ્ત થઈ.’