Poonam Pandey Is Alive: બોલીવુડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને પોતે જીવિત હોવાની ખાતરી આપી છે. તેણીએ કહ્યું હતું કે હું જીવું છું પરંતુ કમનસીબે દેશની બીજી ઘણી મહિલાઑ કે જેમણે સર્વાઇકલ કેન્સરનાં કારણે જીવ ગુમાવ્યો છે તે આવું કહી શકે એમ નથી.
ગઇકાલે પૂનમ પાંડેની ટીમ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર દાવો કરવામાં આવ્યો હતો કે તેણી મૃત્યુ પામી છે. પરંતુ આજે તેણે પોતે જ એક વિડીયોમાં સામે આવીને કહ્યું છે કે, તેણી જીવે છે.
View this post on Instagram
તેના વીડિયોમાં પૂનમ કહી રહી છે- ‘હું જીવિત છું. હું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી નથી. કમનસીબે, હું આ સેંકડો અને હજારો સ્ત્રીઓ વિશે કહી શકું એમ નથી, જેમણે સર્વાઇકલ કેન્સરને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. એવું નથી કે તેઓ તેના અંગે કંઈ કરી શક્યા ન હતા પરંતુ કારણ કે તેઓ જાણતા ન હતા કે તેના વિશે શું કરવું જોઈએ.
હું અહીં તમને કહેવા માટે આવ્યો છું કે, અન્ય કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સર અટકાવી શકાય તેવું છે. “તમારે ફક્ત તમારી જાતને તપાસવાની છે અને તમારે HPV રસી લેવી પડશે.”