મુંબઈ : બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી, પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડા હોળીની ઉજવણી માટે ભારત આવી છે. તેણી સાથે તેના પતિ અને અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ પણ છે અને તાજેતરમાં જ બંને હોળીની ઉજવણી માટે ઇશા અંબાણીના ઘરે પહોંચ્યા હતા. આ હોળી બેશમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ દેખાયા હતા.
પ્રિયંકા અને નિકે અહીં જોરદાર હોળી રમી હતી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
એક વીડિયો પણ છે જેમાં નિક જોનાસ પ્રિયંકાના ડ્રેસથી હાથ સાફ કરી રહ્યો છે. પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ જ તસવીર શેર કરી છે, જેમાં નિક તેના કપડાથી હાથ લૂછતો જોવા મળી રહ્યો છે. આ સાથે, પ્રિયંકાએ કેપ્શન લખ્યું, ટુવાલની જરૂર કોને છે. તે જ સમયે, યુઝર્સે આ વિડીયો પર ટિપ્પણી કરી હતી કે, નિક એકદમ દેશી પતિની જેવી હરકતો કરી રહ્યો છે અને અહીંના લોકોની ટેવ અપનાવી રહ્યો છે.