Rajkot News today – ઘ ગ્રેટ ખલી રાજકોટ ની મુલાકાતે
વર્લ્ડ હેવી વેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલીએ રવિવારે રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. તેઓ રાતે 8 વાગ્યે અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધ ગ્રેટ ખલીએ કાલાવડ રોડ પર આવેલી એક દુકાનમાં પાણીપૂરી ખાવાની મજા માણી હતી. તેમણે 10 પ્લેટ પાણીપૂરી, 5 પ્લેટ સેવ-દહીંપૂરી ખાધી હતી, એટલે કે 60 નંગ પાણીપૂરી 25 નંગ સેવ-દહીંપૂરી ખાવાની મજા માણી હતી તેમજ 500 એમએલની પાણીની 4 બોટલ પણ પીધી હતી. મહત્ત્વનું છે કે ખલીએ રાજકોટના જાહેર માર્ગ પર સામાન્ય લોકોની જેમ કારની બોનેટ પર પાણીપૂરીની પ્લેટ રાખી ખાવાની મજા માણી હતી.
ખુલ્લી જીપમાં રાજકોટની લટારે નીકળ્યા ત્યારે તેમણે ચાહકોનું અભિવાદન જીલ્યું હતું. બાદમાં 12-15 મિનિટમાં રાજકોટથી રવાના થયા હતા.રાજકોટમાં ખલીએ જણાવ્યું હતું કે ભારતમાં ઘણા એવા જિમમાં એક-બે રૂમની વ્યવસ્થા હોય છે. હું તો લોકોને આગ્રહ કરી રહ્યો છું કે બધાએ કસરત કરવી જોઇએ. ઘણા લોકો એવું કહે છે કે હું તો ઓફિસ જાઉં છું તો મારે કસરત કેમ કરવી, પરંતુ જે રૂપિયા પછી તમે ડોક્ટરોને દેવાના છો તો એનાથી બચવા માટેનો એક જ ઉપાય છે જિમ.