મુંબઈ : શ્રીમાન શ્રીમતી, એ જો હે જિંદગી, જબાન સંભાલ કે જેવી સિરિયલોનો ભાગ રહેલા વરિષ્ઠ અભિનેતા રાકેશ બેદી હવે પ્રખ્યાત સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો ભાગ બનવા જઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ રાકેશે આ શો માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે અને તે જલ્દી આ શોમાં જોવા મળશે. તે એક કેમિયો રોલ હશે અને તે આ શોના કેટલાક એપિસોડમાં પોતાની હાજરીની અનુભૂતિ કરશે.
આ શોમાં રાકેશ બેદી શૈલેષ લોધાની ભૂમિકા નિભાવતા નજરે પડશે. શોમાં શૈલેષ તારક મહેતાના બોસની ભૂમિકામાં છે. આ સમાચારની પુષ્ટિ કરતાં રાકેશે કહ્યું કે તેણે આ શો માટે શૂટિંગ શરૂ કરી દીધું છે અને 14 ઓગસ્ટ તેનો સેટ પરનો પ્રથમ દિવસ હતો.