મુંબઈ : બોલિવૂડની મનોરંજન રાણી, અભિનેત્રી અને નૃત્યાંગના રાખી સાવંત તેની વિનોદી શૈલીથી ચાહકોનું દિલ જીતી લેતી રહે છે. રાખી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો સાથે તેના ફોટા અને રમુજી વીડિયો શેર કરતી રહે છે. પરંતુ તાજેતરમાં જ તેણે આવો એક વીડિયો શેર કર્યો છે. જે જોઈને તેના ચાહકો ખૂબ દુ:ખી થઈ ગયા છે. નોંધનીય છે કે, રાખીએ તેના નાકની સર્જરી કરાવી છે અને એક વીડિયોમાં તેણે ચાહકો સાથે પોતાની પીડા વ્યક્ત કરી છે. તેનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
રાખીએ નાકની સર્જરીનો વીડિયો શેર કર્યો છે
તમને જણાવી દઈએ કે રાખીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે ડોક્ટરોની ટીમ સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં તે ડોક્ટરનો આભાર માની રહી છે અને કહી રહી છે કે, આભાર જીતેશ શેટ્ટી. બિગ બોસ -14 માં મારા નાકને ઈજા થઈ હતી. પરંતુ બિગ બોસમાં બે લોકો સિવાય કોઈએ મને ટેકો આપ્યો ન હતો.
રાખીએ વીડિયોમાં પોતાની પીડા જણાવી હતી
રાખી સાવંતે આગળ કહ્યું, ‘બિગ બોસના અંત પછી, હવે ડોક્ટર જીતેશ શેટ્ટીએ મારા નાકનું ઓપરેશન કર્યું છે. હું ખૂબ જ ખુશ છું કારણ કે હવે હું દુ:ખમાંથી છુટકારો મેળવી રહી છું. તમારી પ્રાર્થનાઓ અને ફેન્સના પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર..
જાસ્મીનને કારણે રાખીને ઈજા થઈ હતી
તમને જણાવી દઈએ કે બિગ બોસના ઘરમાં રાખી અને જસ્મીન ભસીન વચ્ચે દલીલ થઈ હતી. દરમિયાન, જાસ્મીન રાખીના ચહેરા પર ડક માસ્ક પહેરાવી દીધું હતું. જે રાખીને નાક સાથે ઘસાયું હતું અને નાકને ઈજા થઈ હતી. આ પછી રાખી સાવંત પીડાથી ચીસો પાડતી અને ટેબલ પર માથું મારતી જોવા મળી હતી. જ્યાં અલી ગોની રાખીને સપોર્ટ કરતો જોવા મળે છે.