રણદીપ હુડ્ડા ખુબસુરત પત્ની લીન લેશરામ સાથે હનીમુન પર છે. બન્ને એ પોતાના વેકેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં બંને રોમેન્ટિક અને એકબીજામાં મગ્ન જોવા મળે છે. લિન લેશરામે બ્લેક મોનોકિની પહેરી છે, જેમાં તે ખૂબ જ કિલર લાગી રહી છે. જે તસવીરો શેર કરતા જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
લોકોએ નવા વર્ષ 2024ને ધમાકેદાર સ્વાગત કર્યું. નવા વર્ષની ઉજવણી કરવા માટે, ફિલ્મ સ્ટાર્સે પણ તેમના મનપસંદ સ્થળોએ જઈને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે અને ધમાકેદાર પાર્ટી કરતા હોય છે . તેમાં મોટાભાગના સ્ટાર્સ નવા વર્ષની ઉજવણી માટે વિદેશ ગયા છે, ત્યારે હાઈવે ફેમ રણદીપ હુડ્ડાએ કેરળમાં પત્ની લીન લેશરામ સાથે નવા વર્ષ ઉજવણી કરી છે. બંને તાજેતરમાં કેરળ પહોંચ્યા હતા અને ત્યાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.
પત્ની લીન લેશરામ સાથે વેકેશનના બે ફોટા શેર કર્યા છે. પ્રથમ ફોટામાં રણદીપ હુડ્ડા લીન સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. બીજા ફોટામાં, કપલ કેરળમાં સન સેટનો આનંદ માણતા જોવા મળે છે. આ તસવીરોમાં કપલનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરતી વખતે રણદીપ હુડ્ડાએ કેપ્શનમાં લખ્યું, ‘2023નો છેલ્લો સૂર્યાસ્ત.’ રણદીપ હુડ્ડાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
રણદીપ હુડ્ડાએ 29 નવેમ્બર 2023ના રોજ લગ્ન કર્યા હતા
તમને જણાવી દઈએ કે રણદીપ હુડ્ડા અને લીન લેશરામના લગ્ન 29 નવેમ્બર 2023ના રોજ મણિપુરમાં મેતેઈ વિધિથી થયા હતા. બંને થોડા વર્ષોથી રિલેશનશિપમાં હતા અને લગ્નના થોડા સમય પહેલા જ બંનેના સંબંધોને સાર્વજનિક કરી દીધા હતા. લીન લેશરામ પણ વ્યવસાયે અભિનેત્રી છે અને મોડલ રહી ચૂકી છે. રણદીપના કરિયરની વાત કરીએ તો આ નવા વર્ષમાં તે ‘સ્વતંત્ર વીર સાવરકર’ અને ‘અનફેર એન્ડ લવલી’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.