બોલિવૂડ એક્ટર રણવીર સિંહ જ્યાં પણ જાય છે ત્યાં પોતાની દમદાર સ્ટાઈલથી વાતાવરણ ઉભું કરી દે છે. તાજેતરમાં, રણવીર સિંહ દિલ્હીમાં એક લગ્નમાં તેના દમદાર અને શાનદાર અંદાજમાં જોવા મળ્યો હતો, જ્યાં દરેક તેની સ્ટાઈલના દીવાના બની ગયા હતા. રણવીર સિંહ સાથે દિશા પટણી પણ આ લગ્નનો ભાગ બની હતી. જ્યાં તેણે પોતાના સિઝલિંગ ડાન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. આ દરમિયાન, જ્યારે રણવીર સિંહ બ્લેક સૂટ અને વાળમાં પોનીટેલ કરી હતી , ત્યારે દિશા તેના ગ્લેમરસ લુકથી ચર્ચામાં હતી. વેડિંગ ફંક્શનના રણવીર સિંહ અને દિશા પટણીના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે
વીડિયોમાં રણવીર સિંહ તેની ફિલ્મ ‘સિમ્બા’ના ‘આંખ મારે’ અને અન્ય ગીતો પર ડાન્સ કરતો જોઈ શકાય છે. રણવીર સિંહે પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા હતા. તે જ સમયે, દિશા પટણીએ બાગી 3 ના તેના ગીત ‘ડુ યુ લવ મી’ પર દંગ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર બંનેના વીડિયોનો દબદબો છે.
📷| Ranveer Singh performing at a wedding in Delhi , tonight 🔥🖤 pic.twitter.com/Z5amVptaWU
— Ranveer Singh TBT | #83🏏♥️ (@Ranveertbt) April 9, 2022