રેપર હની સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફ લઈને ચર્ચામાં હતો. આ દરમિયાન હની સિંહના છૂટાછેડાને લઈને એક અપડેટ સામે આવ્યું છે. દિલ્હીની એક કોર્ટે હની સિંહ અને શાલિનીના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. તેમના 12 વર્ષનો સંબંધનો અંત થઈ ગયો છે.ફેમસ રેપર હની સિંહ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે. હની સિંહ અને તેની પત્ની 12 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયા છે. દિલ્હીની એક કોર્ટે મંગળવારે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. રિપોર્ટ મુજબ છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા કોર્ટ કેસનો અંત લાવીને છૂટાછેડાને મંજૂરી આપવામાં આવી છે. હની સિંહ પર તેની પત્ની શાલિની તલવારે ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેના પરિવારને પણ માનસિક રીતે હેરાન કરવાની વાત કહેવામાં આવી હતી.તમામ વિવાદોને પૂર્ણ કરવા માટે તેમની વચ્ચે સમજૂતી થઈ, જે પછી બંને પક્ષોને છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. સમજૂતી બાદ હની સિંહની પત્નીએ ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચી લીધો છે.
હની સિંહ પર લગાવવામાં આવ્યા હતા આ આરોપ
રેપર હની સિંહ પર વર્ષ 2021 માં તેની પત્ની શાલિની તલવાર દ્વારા ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, આ દરમિયાન તેની પત્નીએ તેના પરિવાર પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. આ સિવાય શાલિનીએ કહ્યું કે હની સિંહે તેને ચિટ કરી છે અને પૈસાને લઈને પણ ફ્રોડ કર્યું છે.પરંતુ હની સિંહે શાલિની તલવારના તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. હની અને શાલિની તલવાર લગ્ન પહેલા 20 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા છે. પરંતુ આ આરોપો પર હની સિંહે કહ્યું હતું કે, મારા અને મારા પરિવાર પર લગાવવામાં આવેલા આરોપોથી હું ખૂબ જ દુખી છું.
આવી હતી હની સિંહની લવ સ્ટોરી
હની સિંહ અને શાલિની તલવાર બાળપણથી એકબીજાને ઓળખતા હતા. સ્કૂલના સમયથી બંને એકબીજાને ડેટ કરતા હતા. પરંતુ લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી આ કપલે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. વર્ષ 2011માં બંનેએ ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના સમાચારની કોઈને જાણ થઈ ન હતી. રેપર હની સિંહે પોતે એક રિયાલિટી શો દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 2021 માં તેમની સ્ટોરી નવો ટર્ન લીધો અને શાલિનીએ હની સિંહ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો. હવે 2023માં કોર્ટે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.