મુંબઈ : બાહુબાલી ફિલ્મમાં દમદાર એક્ટિંગ સાથે સૌકોઇનું હૃદય જીતનાર અભિનેતા પ્રભાસ ફરી એકવાર પ્રેક્ષકોને પ્રભાવિત કરવાની તૈયારીમાં છે. તેમની આગામી ફિલ્મ ‘સાહો’માં, તેઓ એકથી એક ચડિયાતા એક્શન સીન કરતો જોવા મળશે. આ એક્શન સીનને પરફેક્ટ બનાવવા માટે પ્રભાસ કોઈ કચાશ છોડવા માંગતો નથી. આ માટે જ તે અલગ અલગ રીતે તૈયારી કરી રહ્યો છે.
અહેવાલો અનુસાર, એક્શન દ્રશ્યો અને ફિલ્મમાં ફિટ દેખાવા માટે પ્રભાસ કસરતની સાથે જ પોતાની ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે. એક્શન – પેક્ડ ફિલ્મમાં તેના એક્શન સીન વાસ્તવિક લાગે તેવો તેનો પ્રયાસ છે અને તે માટે તે કઠોર પરિશ્રમ કરી રહ્યો છે.
હોલીવુડની ફિલ્મ ‘ટ્રૅન્સફોર્મર’ના જાણીતા સ્ટંટ ડિરેક્ટર કેની બેટ્સ ફિલ્મના એક્શન સિક્વન્સને નિર્દેશિત કરશે. એવું કહેવાય છે કે તે પ્રભાસની સખત મહેનત અને કમિટમેન્ટને જોઈને ખૂબ જ પ્રભાવિત છે.
અહેવાલો અનુસાર, ફિલ્મમાં પ્રભાસ અનેક સ્ટન્ટ્સ, જેમ કે કાર ચેઝ, બાઇક ચેઝ જેવા અનેક સ્ટન્ટ કરતો જોવા મળશે. આ એક્શન સિક્વન્સને ઇટાલી, દુબઈ, હૈદરાબાદ અને મુંબઇમાં શૂટ કરવામાં આવશે.
ડાયરેક્ટર સુજિતની આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને મુખ્ય અભિનેત્રીની ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવી છે. ફિલ્મમાં જેકી શ્રોફ, નીલ નિતીન મુકેશ, મુરલી શર્મા, અરુણ વિજય, એવલીન શર્મા, ચંકી પાંડે, મંદિરા બેદી, મહેશ માંજરેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.