દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકા 2 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. તે પહેલા 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના પ્રી-વેડિંગ ફંક્શન આજથી શરૂ થઈ ગયા છે, જેમાં ઘણી હસ્તીઓ ભાગ લઈ રહી છે. સચિન તેંડુલકર, આમિર ખાન, અક્ષય કુમાર અને અન્ય લોકો જામનગરમાં અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પહોંચ્યા.
બોલિવૂડ એક્ટર આમિર ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા ગુજરાતના જામનગર પહોંચી ગયા છે. આ દરમિયાન અભિનેતા કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. તે ક્રીમ કલરના જેકેટમાં પાપારાઝીની સામે પોઝ આપતો જોવા મળ્યો હતો.
આ સાથે બોલિવૂડનો ખેલાડી અક્ષય કુમાર પણ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા ગુજરાતના જામનગર પહોંચી ગયો છે. આ દરમિયાન, અભિનેતાએ પાપારાઝી માટે ઉગ્ર પોઝ આપ્યો હતો. બ્લેક લુકમાં અક્ષય ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.
અગાઉ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે ઘણી સેલિબ્રિટીઓ ગુજરાતના જામનગરમાં આવી પહોંચી હતી. હોલીવુડ, બોલિવૂડ અને ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ એરપોર્ટ પર જોવા મળી હતી. સલમાન ખાન, અમિતાભ બચ્ચન, વરુણ ધવન, માધુરી દીક્ષિત, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી. શાહિદ કપૂર અને મીરા રાજપૂત સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેમના બે બાળકો સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.