મુંબઈ : ડિઝની + હોટસ્ટાર પર ટૂંક સમયમાં રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘સડક 2’ વિવાદમાં આવી ગઈ છે. ફિલ્મ રિલીઝ થયા પહેલા જ ઘણા આક્ષેપો થયા છે અને પીઢ ફિલ્મકાર મહેશ ભટ્ટ અને તેમની પુત્રી આલિયા ભટ્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મામલો નોંધવામાં આવ્યો છે.
સુનાવણી ક્યારે થશે?
સીજેએમ મુકેશકુમારની કોર્ટમાં કલમ 295 એ, અને 120 બી હેઠળ દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી સીજેએમ કોર્ટમાં 8 જુલાઈના રોજ થશે. જણાવી દઈએ કે મહેશ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ ‘સડક 2’માં પૂજા ભટ્ટ, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત જેવા બધા દિગ્ગજ સ્ટાર્સ કામ કરતા જોવા મળશે.
વિવાદ શું છે?
ફિલ્મમાં કૈલાસ પર્વતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ફોટો પર ‘સડક 2’ લખીને હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. વકીલ પ્રિયા રંજન અણુએ જણાવ્યું હતું કે, ફિલ્મના નિર્દેશક મહેશ ભટ્ટ, નિર્માતા મુકેશ ભટ્ટ, અભિનેત્રી આલિયા ભટ્ટને ફિલ્મ ‘સડક 2’ના ફોટોમાં કૈલાસ પર્વત બતાવવામાં આવ્યો છે.