મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને વરૂણ ધવનની આગામી ફિલ્મ ‘કુલી નંબર 1’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરને પ્રેક્ષકોની મિશ્રિત પ્રતિક્રિયા મળી છે. પરંતુ સારા અને વરૂણની અંડરવોટર કિસની ઘણી ચર્ચા થઈ રહી છે. તે જ સમયે સારાના પિતા અને અભિનેતા સૈફ અલી ખાને આ પાણીની અંદરના કિસિંગ સીન પર પ્રતિક્રિયા આપી છે.
સૈફ અલી ખાનને આ ફિલ્મનું ટ્રેલર ખૂબ ગમ્યું છે. આ સાથે સૈફનું કહેવું છે કે ટ્રેલરની જેમ જ આ ફિલ્મ પણ ખૂબ જ અદભૂત બનવાની છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 25 ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ટ્રેલરમાં વરુણ અને સારા વચ્ચે અંડરવોટર ઇન્ટિમેટ સીન દર્શાવવામાં આવ્યો હતો, જેનાથી દર્શકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે.
ફિલ્મ વિશે કહેવામાં આવી રહ્યું છે કે, સારા ઇલી ખાનનો સ્ક્રીન ટાઇમ આમાં ઘણો ઓછો છે. અગાઉ સારા અલી ખાન રણવીર સિંહ સાથે સિમ્બામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં પણ સારાને ઘણી ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે. સારા કહે છે કે રણવીર સિંહ અને વરૂણ ધવન સાથે કામ કરવું તેમના માટે મોટી વાત છે. સ્ક્રીનની ઓછી જગ્યા હોવા છતાં, તમે તેનાથી ઘણું શીખી શકો છો.