સૈફ અને કરીનાના દીકરો તૈમુર સોશીયલ મીડીયા ખૂબ ચર્ચામાં રહે છે પોતાની ક્યુટનેસનાં કારણથી ઘણી ફોટો તેમની વાયરલ થતી ચુકી છે સૈફ અને કરીનાથી વધુ લાઇમલાઇટમાં તૈમુર રહેતો હોય છે. તૈમુરનો માસુમ ચહેરો બધાને મોહીત કરી દે છે. ક્યારેક ફેમીલી ફંક્શનમાંં તો ક્યારેક એરપોર્ટ પર તૈમુરની જેટલી ઉંમર નથી તેટલા તો તેમના ફોટો વાઇરલ થયા છે. પરંતુ હમણાથી કરીના અને સૈફના દીકરાએ પોતાના મા-બાપને મુશ્કેલીમાં મુકી દીધા છે.
સૈફે એક ઇંન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે જેમ જેમ તૈમુર મોટો થાય છે તેમ તેમ તે ખુબ મસ્તી કરવા લાગ્યો છે અને જે પણ પોતાના હાથમાંં આવે તે વસ્તુ ફેંકી દે છે. અને સૌથી વધુ તે ત્યારે ગભરાય છે જ્યારે સોહાની દીકરી ઇનાયા તેમની પાસે હોય ઇનાયા હજુ નાની છે. તે બંનેને એક સાથે રાખતા ગભરાય છે. કે તૈમુર ઇનાયાને કોઇ નુકસાન ન પહોંચાડે. એટલે સૈફે કહ્યુ કે મે તૈમુરને ઇનાયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે.